Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે ભારત : ઘરેલુ વિમાનને મળશે વધુ એરસ્પેસ

Live TV

X
  • નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત પહેલના ભાગરૂપે આજે આઠ સેક્ટરમાં ધરમૂળથી ફેરફાર માટે પોલિસીમાં અનેક સુધારા રજૂ કર્યા છે. કોલસા, ખાણ, સંરક્ષણ, નાગરિક ઉડ્ડયન, વીજ ક્ષેત્રની ટેરિફ પોલિસી, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અવકાશ ક્ષેત્રમાં અનેક સુધારાની જાહેરાત કરી છે..સંરક્ષણ ક્ષેત્રમાં અનેક દેશમાં ઉત્પાદન થાય તે માટે વિદેશી રોકાણની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની જાહેરાત કરી છે...

    1. એવિએશન સેક્ટર
    હવાઇ યાત્રાની કિંમતમાં ઘટાડો લાવવા માટે નાગરિક ઉડ્ડયન નીતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે..નાગરિક વિમાનોને હવે વધુ એર સ્પેસ આપવામાં આવશે..નાગરિક વિમાનોના રૂટ ટૂંકા બનાવવામાં આવશે, હવે લાંબા રસ્તાથી નાગરિક વિમાનોને મુક્તિ મળશે..જેના કારણે ફ્યૂઅલમાં અને સમયમાં ઘટાડો થશે...અને એવિએશન સેક્ટરને 1000 કરોડનો ફાયદો થશે...આ માટે ઉડ્ડયન એરસ્પેસને વધુ સારી રીતે ઉપયોગમાં લેવામાં આવશે..અત્યારે ફક્ત 60% એરસ્પેસ ભારતમાં ઉપલબ્ધ છે...એરસ્પેસ વધવાથી પર્યાવરણની દ્રષ્ટિએ ફાયદો થશે અને યાત્રાનો સમય પણ ઘટશે..આ ઉપરાંત એવિએશન વિભાગ PPE એટલે કે પ્રાઈવેટ પબ્લિક પાર્ટનરશીપ ઉપર વધુ ભાર મૂકશે... 

    એરક્રાફ્ટના રીપેરિંગનું કેન્દ્ર ભારતને બનાવવાનું લક્ષ રાખવામાં આવ્યું છે. આ માટેના ટેક્સ માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વૈશ્વિક રીતે એક ખૂબ મોટો બિઝનેસ છે. ફક્ત મુસાફર પ્લેન નહીં સંરક્ષણ પ્લેનને પણ ફાયદો થશે અને ખર્ચ ઘટવાથી મુસાફરોની ટિકિટના ભાવો ઘટી શકે છે.. વિમાનોના જાળવણી ખર્ચ (મેન્ટેઈનન્સ કોર્ટ)ને ઘટાડવામાં આવશે...એરક્રાફ્ટ મેન્ટેઈનન્સ, રિપેર અને ઓવરહોલ્ટ (એમઆરઓ) માટે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં આવશે

    2. એરપોર્ટ
    ખાનગી રોકાણથી દેશભરમાં વધુ 6 એરપોર્ટ આધુનિક બનશે..બીજા તબક્કામાં અમદાવાદ સહિત 6 એરપોર્ટની ઓળખ થઇ ગઇ છે...તો ત્રીજા તબક્કામાં 6 એરપોર્ટ્સની ઓળખ કરવામાં આવશે..પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મારફતે વિમાની મથકોને વિશ્વ કક્ષાના બનાવવામાં આવશે...એએઆઈ દ્વારા 6 હવાઈ મથકને પીપીપી અંતર્ગત વિકસિત કરવામાં આવશે..એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ડાઉનપેમેન્ટ રૂપે રૂપિયા 2,300 કરોડ મળશે..

     

    3. ડિફેન્સ સેક્ટર
    મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદન માટે ભારતને આત્મનિર્ભર બનાવવામાં આવશે..વિદેશોથી કરવામાં આવતી હથિયારોની આયાત ધીમે ધીમે બંધ કરી દેવામાં આવશે..હથિયારોના પાર્ટ્સનું ભારતમાં જ ઉત્પાદન થશે..ચોક્કસ સમય મર્યાદામાં પ્રતિબંધ મુકવા માટે ચોક્કસ પ્રકારના હથિયારો/પ્લેટફોર્મની યાદી રજૂ કરવામાં આવશે...સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે વિદેશી રોકાણની મર્યાદાને 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવશે...સંરક્ષણ સાધનો ઉત્પાદન સંસાધનોને કોર્પોરેટાઈઝ કરાશે. ભવિષ્યમાં આ સંસ્થાનો સ્ટોક માર્કેટમાં લિસ્ટ થાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું. આ પ્રોજેક્ટ્સને પાર પાડવા માટે સંરક્ષણ સાધનોના ઉત્પાદનનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ સ્થાપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply