ઉદ્યોગમાં રોકાણ અને ઔધોગિક માળખાગત સુવિધાને મજબૂત કરશે સરકાર
Live TV
-
નાણામંત્રીએ કુલ 8 સેક્ટરમાં સુધારાનું આજે એલાન કર્યું છે. જેમાં કોલસો, મિનરલ, ડિફેન્સ પ્રોડક્શન, સિવિલ એવિએશન, પાવર ડિસ્ટ્રિબ્યૂશન, સોશિયલ ઇન્ફ્રા પ્રોજેક્ટ, સ્પેસ, એટૉમિક એનર્જી. નાણામંત્રીએ કહ્યું કે, સામાજિક પાયાના કામમાં ખાનગી ક્ષેત્રના રોકાણને વધારવા માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે... હવે 30 ટકા કેન્દ્ર અને 30 ટકા રાજ્યસરકારો વાઇબિલિટી ગેપ ફંડિંગના રૂપમાં આપશે. બાકી સેક્ટર માટે 20 ટકા જ છે..
1. સોશ્યિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર
સોશ્યિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ વધારવાની સરકારની યોજના છે...વાઈએબિલિટી ગેપ ફંડિંગ સ્કીમ હેઠળ સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી સેક્ટરના રોકાણને ઉત્તેજન આપવામાં આવશે. આ માટે રૂપિયા 8100 કરોડ આપવામાં આવશે...આ માટે હોસ્પિટલના નિર્માણમાં 30% કેન્દ્ર અને 30% રાજ્ય સરકાર વાઇબિલિટી ગેપ ફંડીગમાં રોકાણ કરશે..2. ઇન્ડસ્ટ્રિયલ પાર્કનું રેંકિંગ
નાણામંત્રીએ કહ્યું કે, ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે લેન્ડ બેંક, ક્લસ્ટરની ઓળખ કરવામાં આવી છે... હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને GIS મેપિંગ દ્વારા 5 લાખ હેક્ટર જમીનમાં 3,376 ઔદ્યોગિક પાર્ક/SEZ ને વધારવામાં આવશે....ભવિષ્યના ઉપયોગ માટે તમામ ઇન્ડસ્ટ્રિયલ પાર્કનું રેન્કિંગ હશે...જેનાથી રોકાણકારોને રોકાણ કરવામાં મદદ મળશે...તો રાજ્યોમાં ઔદ્યોગિક ગતિવિધિઓને વધારવા માટે પ્રતિસ્પર્ધાઓ થશે..
