અંતરિક્ષમાં ઇસરોની સમાપ્ત થશે ઇજારાશાહી: પરમાણુ ઉર્જાને લગતા સુધારા
Live TV
-
નાણાં પ્રધાન નિર્મલા સીતારમને આત્મનિર્ભર ભારત પહેલના ભાગરૂપે આજે આઠ સેક્ટરમાં ધરમૂળથી ફેરફાર માટે પોલિસીમાં અનેક સુધારા રજૂ કર્યા છે. કોલસા, ખાણ, સંરક્ષણ, નાગરિક ઉડ્ડયન, વીજ ક્ષેત્રની ટેરિફ પૉલિસી, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અવકાશ ક્ષેત્રમાં અનેક સુધારાની જાહેરાત કરી છે...ભારતને અવકાશ ક્ષેત્રમાં ખાનગી સેક્ટર સાથે સહયોગ કરવામાં આવશે.
1. અવકાશના પ્રોજેક્ટમાં ખાનગી ક્ષેત્રની એન્ટ્રી
અંતરિક્ષમાં હવે ઇસરોની ઇજારાશાહી સમાપ્ત થશે..કારણ કે નાણામંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે ખાનગી ક્ષેત્રો ISROની સુવિધાઓનો ઉપયોગ કરી શકશે...અવકાશને લગતી કામગીરીમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે આ માટે રેગ્યુલેટરી પૉલિસી બનાવવામાં આવશે...ખાનગી કંપનીઓને સાવચેતીપૂર્વક જરૂરિયાત પ્રમાણેનો સંવેદનશીલ એવો જીઓ સેન્સિંગ ડેટા શેર કરવામાં આવશે...ખાનગી કંપનીઓ ભવિષ્યમાં ઈસરોની જેમ અવકાશ યાત્રા કરી શકે તે માટે પ્રોત્સાહન અપાશે...સેટેલાઈ, લોંચિસ અને સ્પેસ આધારિત સેવાઓમાં ખાનગી કંપનીઓને સમાન તક આપવામાં આવશે...2. પરમાણુ ઉર્જાને લગતા સુધારા
મેડિકલ આઈસોટોપનું ઉત્પાદન અને રીસર્ચ કરવામાં આવશે, જેથી કેન્સર જેવા રોગોને નાથી શકાય...આ માટે PPP મોડેલમાં રિસર્ચ રિએક્ટર સ્થાપવામાં આવશે...ખાદ્ય સંરક્ષણ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે PPP મોડેલ હેઠળ સુવિધાઓ સ્થાપવામાં આવશે...રેડિએશન ટેકનોલોજીનો રીસર્ચ અને ઉપયોગ કરવામાં આવશે...દેશમાં ચાલી રહેલા આ ક્ષેત્રના ખાનગી સ્ટાર્ટઅપ્સને રિસર્ચ સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે...
