આજે લૉકડાઉનનો અંતિમ દિવસ, સાંજ સુધીમં સરકાર જાહેર કરશે લૉકડાઉન-4ની નવી ગાઈડલાઈન
Live TV
-
લોકડાઉન-3 કરતા મોટા પાયે છૂટછાટની જોગવાઇ રહેશે, જોકે રેડ ઝોનમાં હજુપણ કોઇ ખાસ રાહત મળે તેવી શક્યતાઓ જોવા મળતી નથી
આજે લોકડાઉન પાર્ટ 3નો છેલ્લો દિવસ છે ત્યારે સાંજ સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન પાર્ટ 4 ની વિગતો જાહેર કરાશે. જેમા અગાઉના 3 લોકડાઉન કરતા ખૂબ મોટા પાયે છૂટછાટની જોગવાઇ રહેશે. જોકે રેડ ઝોનમાં હજુપણ કોઇ ખાસ રાહત મળે તેવી શક્યતાઓ જોવા મળતી નથી. તો કેન્દ્ર સરકાર લોકડાઉન 4 માં ઉદ્યોગ ધંધાને નિયમિતતા મળે તે માટે ચોક્કસ આયોજન બધ્ધ રીતે આગળ વધશે. જોકે રેડ ઝોનમાં હજુ પણ 31 મી મે સુધી લોકડાઉન વધે તેવી શક્યતા છે.
