MSME ને મોટી રાહત, દેવાદાર થવાની મર્યાદા 100 ગણી વધારાઈ, શેરબજારમાં લીસ્ટિંગ માટે મોટી કંપનીઓને અપાઇ મહત્વની છુટ
Live TV
-
ખાનગી ક્ષેત્રોની કંપનીઓને પણ પ્રોત્સાહન, અતિમહત્વના ક્ષેત્ર ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ ચાર PSE કંપની રહેશે.MSME ની મળી ઘણી રાહત
આત્મ નિર્ભર ભારત યોજના હેઠળ કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે પાંચમી અને અંતિમ પ્રેસ કોન્ફરન્સ કરી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ખાસ કરીને એમએસએમઈ ઉદ્યોગને મોટી રાહત અપાઈ છે જે અંતર્ગત કંપીનાના દેવાદાર થવાની મર્યાદા 1 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી હતી. આ પહેલા દેવાદારની રકમ 1 લાખ હતી. આ જાહેરાતના કારણે નાના-લઘુ ઉદ્યોગોને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત સાર્વજનિક ક્ષેત્રે ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ ચાર પીએસઈ કંપની રહેશે. એમએસએમઈને સ્વાયતતા આપવાની સાથે હવે જે કંપની ટેક્નિકલ અથવા તો પ્રણાલીગત ભૂલો કરશે તો તેને અપરાધની વ્યાખ્યામાં નહિ ગણવામાં આવશે. તેમજ શેરબજામાં લિસ્ટિંગ માટે મોટી કંપનીઓને છુટ આપવામાં આવી છે.
