કેન્દ્રએ રાજ્યોને આરોગ્ય, આપત્તિ-રાહત ફંડ માટે આપી હજારો કરોડની મદદ
Live TV
-
રાજ્યોના અનુરોધ પર લોનની સીમા બે ટકા વધારી 5 ટકા કરવામાં આવી
કેન્દ્ર સરકાર પાસે રાજસ્વની અછત હોવા છતાં વિવિધ રાજ્યને આર્થિક મદદની જાહેરાત કરી છે. આરોગ્ય, ગ્રાન્ટ અને આપતિ-રાહત ફંડ માટે હજારો કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્યને અપાતી લૉનની સીમામાં 2 ટકાનો વધારો કર્યો છે. રાજ્યોની લૉનની માગને કારણે 3 ટકાથી વધારીને લૉનની રકમ 5 ટકા કરવામાં આવી છે. એક વર્ષ માટે જીડીપીના 3 ટકા રકમને વધારીને 5 ટકા કરવામાં આવી છે. આ સાથે જ એવું પણ કહેવાયું છે કે, રાજ્યોએ હાલની સિમાના માત્ર 14 ટકા જ લૉન લીધી છે.
