નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતીની સમગ્ર દેશમાં પરાક્રમ દિવસ તરીકે આજે ઉજવણી કરાઈ
Live TV
-
નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતીની સમગ્ર દેશમાં પરાક્રમ દિવસ તરીકે વિવિધ કાર્યક્રમો દ્વારા આજે ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ નેતાજીએ ભાવભીની અંજલિ આપી છે. રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે, નેતાજીનાં સાહસ, નેતૃત્વ, અને દેશપ્રેમે લાખો દેશવાસીઓને આઝાદીની ચળવળમાં જોડાવવાની પ્રેરણા આપી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડે નેતાજીનાં સ્વપ્નનું ભારત ઉભું કરવા પ્રતિબધ્ધ થવા અપીલ કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, બ્રિટિશ સામ્રાજ્ય સામે અસાધારણ લડત આપવા માટે નેતાજી હંમેશા યાદ રહેશે. દરમિયાન વિદ્યાર્થીઓની રચનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે, શિક્ષણ મંત્રાલય દ્વારા આજે 500 વિવિધ કેન્દ્રિય વિદ્યાલયોમાં રાષ્ટ્રવ્યાપી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. પાંચ શ્રેષ્ઠ એન્ટ્રીઓને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રીય મહત્વના વિષયો પરના પુસ્તકોના સેટ અને પ્રમાણપત્ર સાથે પુરસ્કાર આપવામાં આવશે.
