રાષ્ટ્રપતિ દ્રોપદિ મુર્મુના હસ્તે 11 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરાશે
Live TV
-
ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવશે. વિજ્ઞાન ભવન ખાતે ગુજરાતના 2 બાળકો સહિત 11 બાળકોને આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ પુરસ્કાર 5થી 18 વર્ષના બાળકોને કળા, સંસ્કૃતિ, બહાદુરી, ઈનોવેશન, શિક્ષણ, સામાજિક સેવા અને ખેલ ક્ષેત્રમાં તેમની એ અસાધારણ સિદ્ધીઓ માટે આપવામાં આવે છે. વર્ષે 2023માં ગુજરાતમાંથી અમદાવાદની 6 વર્ષની વિરાંગના ઝાલા અને મલખમ ખેલાડી શોર્યજીત રણજીત કુમાર ખૈરને રાષ્ટ્રપતિ દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
કેન્દ્રીય મહિલા તથા બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ બાળકો સાથે વાતચીત કરશે અને રાજ્યમંત્રી ડૉ. મુંજપારા મહેન્દ્રભાઈની હાજરીમાં તેમને શુભેચ્છા પાઠવશે. એવોર્ડ મેળવનારાઓમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 6 છોકરા અને 5 છોકરીઓ સામેલ છે. PMRBP ના દરેક પુરસ્કાર વિજેતાને એક મેડલ, 1 લાખ રૂપિયા રોકડ ઈનામ અને એક પ્રમાણપત્ર અપાશે. કેન્દ્ર સરકાર બાળકોને તેમની અસાધારણ સિદ્ધી માટે PMRBP પુરસ્કારથી સન્માનિત કરે છે. આ પુરસ્કાર 5થી 18 વર્ષના બાળકોને કળા, સંસ્કૃતિ, બહાદુરી, ઈનોવેશન, શિક્ષણ, સામાજિક સેવા અને ખેલ ક્ષેત્રમાં તેમની એ અસાધારણ સિદ્ધીઓ માટે અપાય છે જે રાષ્ટ્રીય સ્તરે તેમને માન્યતા આપવાને યોગ્ય હોય છે.
