પ્રધાનમંત્રીએ SC ચુકાદાઓને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાના CJIના વિચારને આવકાર્યો
Live TV
-
સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની નકલ હવે જલ્દી જ હિન્દી સહિત દેશની અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવાશે. આ જાણકારી ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દ્વારા એક પ્રોગ્રામમાં આપવામાં આવી હતી. તાજેતરમાં ભારતના CJI ડી. વાય. ચંદ્રચુડે મુંબઈમાં કાઉંસિલ ઓફ મહારાષ્ટ્ર એંડ ગોવાના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતુ કે હવે થી સુપ્રીમ કોર્ટના તમામ ચુકાદા આમ નાગરિકો સુધી પહોચાડવા જરુરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ થી સુપ્રિમકોર્ટના ચુકાદાઓને હિન્દી સહીત અન્ય ભાષાઓમાં ભાષાતર કરવામાં આવશે. જેથી કરીને દેશનો આમ નાગરીક પણ પોતાની ભાષામાં સુપ્રિમકોર્ટના ચુકાદાઓ વાંચી શકે.
CJI ડી. વાય. ચંદ્રચુડે દ્વારા વ્ચકચ કરવામાં આવેલા સુપ્રિમકોર્ટના ચુકાદાઓને સ્થાનિક ભાષામાં ભાષાંતર કરવાના વિચારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી દ્વારા ટ્વીટકરી ને CJI ના કર્યને બિરદાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે "ભારતમાં ઘણી ભાષાઓ છે, જે આપણી સાંસ્કૃતિક ગતિશીલતામાં વધારો કરે છે. કેન્દ્ર સરકાર ભારતીય ભાષાઓને પ્રોત્સાહિત કરવા માટે અસંખ્ય પ્રયાસો હાથ ધરી રહી છે જેમાં કોઈની માતૃભાષામાં એન્જિનિયરિંગ અને મેડિસીન જેવા વિષયોનો અભ્યાસ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. આ એક પ્રશંસનીય વિચાર છે, જે ઘણા લોકોને, ખાસ કરીને યુવાનોને મદદ કરશે."
