Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર અંદામાન નિકોબાર દ્વીપ સમૂહના 21 દ્વીપોનું  નામાકરણ કર્યું.

Live TV

X
  • આજે નેતાજી સુભાષચંન્દ્ર બોઝની જયંતિ છે. નેતાજીની જયંતિને કેન્દ્ર સરકાર પરાક્રમ દિવસના રુપે ઉજવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અંદમાન નિકોબારના 21 સૌથી મોટા દ્વીપસમુહોનું નામકરણ પરમવીર ચક્ર વિજેતાઓના નામે થયું હતું. મેજર સોમનાથ શર્મા, સુબેદાર કૈપ્ટન કરમસિંહ, મેજર રામ રાધોબા રાણે, નાયક જદુનાથ સિંહ સહિત 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામે દ્વીપસમુહનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વરાજ અને શહીદનું નામ ખુદ નેતાજીએ આપ્યું હતું. આઝાદ હિન્દ ફૌજ સરકારના 75 વર્ષ પૂરા થવાને લઈ આ નામો સ્થાપિત કરવામાં આવ્યા છે.આઝાદી બાદના સમયમાં નેતાજીને ભુલાવી દેવાનો પ્રયાસ થયો હતો. આજે દેશ તેમને ગર્વ સાથે યાદ કરી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે અંદમાનમાં નેતાજીની યાદમાં સંગ્રહાલય અને સ્મારકો બનવા જઈ રહ્યા છે. નેતાજી સાથે જોડાયેલા સંગ્રહાલયનું લોકાર્પણ દિલ્લીમાં લાલ કિલ્લામાં થયું હતું. કર્તવ્ય પથ પર નેતાજીની પ્રતિમા સ્થાપિત કરવાનું કામ થયું છે. અંદમાન ભવિષ્યમાં દેશના વિકાસને ગતિ આપશે તેમ તેમણે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply