પરીક્ષા પે ચર્ચા 2023 માં ભાગ લેવા માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ
Live TV
-
પરીક્ષા પે ચર્ચા 2023 માં ભાગ લેવા માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે. ધોરણ 9 થી 12 ના શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ https://innovateindia.mygov.in/ પર તેમની અરજી મોકલી કરી શકે છે. તેઓની પસંદગી ઓનલાઈન રચનાત્મક લેખન સ્પર્ધા દ્વારા કરવામાં આવશે.
પરીક્ષા પે ચર્ચાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક વિચાર છે, જેમાં દેશભરના વિદ્યાર્થીઓ, માતાપિતા, શિક્ષકો અને વિદેશમાં રહેતા લોકો પણ તેમની સાથે વાર્તાલાપ કરે છે. તેઓ સાથે મળીને જીવનને ઉત્સવ તરીકે ઉજવવા પરીક્ષાઓમાંથી ઉદ્ભભવતા તણાવને દૂર કરવા ચર્ચા કરે છે અને તેને દૂર કરે છે.
MyGov પર સ્પર્ધાઓ દ્વારા પસંદ કરાયેલા 2000 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને શિક્ષણ મંત્રાલય દ્વારા PPC કિટ્સ રજૂ કરવામાં આવશે.
