પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળને 7 હજાર 800 કરોડની વિવિધ પરિયોજનાઓની ભેટ આપી
Live TV
-
પીએમે પશ્ચિમ બંગાળને વિકાસની સૌગાત આપી હતી. તેમણે ગાંધીનગર રાજભવન ખાતેથી પશ્ચિમ બંગાળને વર્ચ્યુલી 7 હજાર 800 કરોડની વિવિધ પરિયોજનાઓની પ્રધનમંત્રી નરેન્દ્ર મોદીએ ભેટ આપી હતી. તેમણે હાવડાથી જલપાઇગુડી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને પ્રારંભ કરાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે હવે દેશમાં રેકોર્ડ ગતિએ હાઇવેનું નિર્માણ થઇ રહયું છે. એરપોર્ટ અને પોર્ટ પણ ઝડપથી બની રહ્યાં છે..પીએમ મોદીએ માહિતી આપતા કહ્યું હતંકે આજે બે ડઝન જેટલા શહેરોમાં મેટ્રો સેવા કાર્યરત છે. તેમણે કહ્યું હતુંકે કોલકત્તાની ધરતીને નમન કરુ છુ. નદીઓની સફાઇ ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતુંકે હું પશ્ચિમ બંગાળના લોકોને મળવા આવવાનો હતો પરંતુ પારિવારિક સંજોગને કારણે આવી શક્યો નથી તેમણેકહ્યું હતુંકે દેશ સેવા તેમના માટે સૌથી ઉપર છે.
