પશ્ચિમ બંગાળમાં આજે પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે
Live TV
-
પશ્ચિમ બંગાળમાં આજે પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી મતોની ગણતરી શરૂ કરવામાં આવશે. મતગણના દરમિયાન દરેક મતદાન કેન્દ્રો પર કેન્દ્રીય દળોની ખડેપગે રહેશે. તો, નિષ્પક્ષ મતગણના સુનિશ્ચિત કરાવવા માટે મતદાન કેન્દ્રો પર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
ગત શનિવારે પશ્ચિમ બંગાળમાં કુલ 63 હજાર 229 ગ્રામ પંચાયત બેઠકો માટે 9 હજાર 730 પંચાયત સમિતિઓ અને 928 જિલ્લા પરિષદની બેઠક પર મતદાન પૂર્ણ થયું હતું.ચૂંટણી દરમિયાન હિંસક ઘટનાઓમાં કેટલાક લોકોના મૃત્યુ થયા હતા. તો સોમવારે 700 બુથો પર ફરી થી ચૂંટણી યોજાઇ હતી.
