Skip to main content
Settings Settings for Dark

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ચાર રાજ્યોમાં NDRFની 39 ટીમો તૈનાત

Live TV

X
  • ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ત્રણ દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારત અને તેની આસપાસના પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD એ સમયગાળા દરમિયાન મેઘાલયમાં અતિભારે વરસાદ અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને બિહારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આજે અને આવતીકાલે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

    હવામાન એજન્સીએ એવી પણ માહિતી આપી હતી કે આજથી હિમાચલ પ્રદેશ અને તેની આસપાસના ઉત્તર પંજાબ અને હરિયાણાના વિસ્તારોમાં ભારે વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થશે. તેમાં ઉમેર્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે.

    નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિવિધ રાજ્યોમાં બચાવ કામગીરી હાથ ધરી રહી છે. ફોર્સની 39 ટીમો ચાર રાજ્યોમાં તૈનાત છે. NDRFની 14 ટીમો પંજાબમાં, 12 હિમાચલ પ્રદેશમાં, 8 ઉત્તરાખંડમાં અને 5 ટીમો હરિયાણામાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply