પશ્ચિમ બંગાળમાં CAA અંતર્ગત પ્રમાણપત્ર આપવાની શરૂઆત
Live TV
-
પશ્ચિમ બંગાળમાં નાગરિકતા સંશોધન અધિનિયમ હેઠળ આજે નાગરિકતા પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે. જેમાં રાજ્યસરકાર તરફથી મળેલ આવેદનો મુજબ પશ્ચિમ બંગાળ રાજ્યના નાગરિકતા અધિકાર સમિતિ દ્વારા ગતરોજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. તે સાથે જ હરિયાણા અને ઉત્તરાખંડની નાગરિકતા અધિનિયમ સમિતિઓ દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
આ પહેલા 15 મે ના રોજ કેન્દ્રિય ગૃહ સચિવની અધિસુચના બાદ દિલ્હીની અધિકાર સમિતિ દ્વારા પ્રાપ્ત કરેલ નાગરિકતા પ્રમાણપત્રોને આવેદકોને સોંપ્યા હતા.
