ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબના હોશિયારપુરમાં મોટી ફતેહ રેલીને કરશે સંબોધિત
Live TV
-
લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા અને સાતમા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થશે. કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા અને સ્ટાર પ્રચારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબમાં એક વિશાળ ફતેહ રેલીને સંબોધશે.
પ્રધાનમંત્રી મોદીએ, આ વખતે ચૂંટણીમાં 400ને પાર કરવાના પોતાના સંકલ્પને પૂર્ણ કરવા માટે દેશભરમાં વ્યાપક પ્રચાર કરીને મતદારોના આશીર્વાદ લીધા હતા. આજે તેઓ પંજાબના હોશિયારપુરમાં મતદારોના આશીર્વાદ લઈને કન્યાકુમારી જવા રવાના થશે. બીજેપીના એક્સ હેન્ડલ મુજબ, પ્રધાનમંત્રી મોદી આજે સવારે 11 વાગ્યે પંજાબના હોશિયારપુરમાં એક વિશાળ ફતેહ રેલીને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે, સાતમા તબક્કાનું મતદાન 1લી જૂને થવાનું છે.
