Skip to main content
Settings Settings for Dark

પહલગામ અને ગાંદરબલ જિલ્લામાં વરસાદને કારણે અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી

Live TV

X
  • આજે કાશ્મીરની ખીણમાં ગાંદરબલ જિલ્લાના બાલટાલ અને અનંતનાગ જિલ્લામાં નુનવાન-પહલગામ રોડ પર ભારે વરસાદને કારણે વહીવટીતંત્ર દ્વારા અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે યાત્રાના માર્ગો પર હવામાન સારું થયા પછી જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. છેલ્લા અહેવાલો આવ્યા ત્યાં સુધી લગભગ 85,000 ભક્તોએ ગઈકાલે સાંજે ભગવાન શિવની પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી

    આ દરમિયાન, નકલી પરમિટ ધરાવતા 300 થી વધુ યાત્રાળુઓને જમ્મુમાં અસ્થાયી વિન્ડો પર નવી નોંધણી પછી માન્ય પરમિટ આપવામાં આવી છે. આ યાત્રાળુઓને ટ્રાવેલ એજન્સીઓ દ્વારા નકલી રજીસ્ટ્રેશન દ્વારા છેતરવામાં આવ્યા હતા. અગાઉ, 7,000 થી વધુ શ્રદ્ધાળુઓની આઠમી ટુકડી આજે વહેલી સવારે જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી નીકળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply