Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ અને ગાંધીનગરમાં અર્બન-20 મેયર્સ સમિટનો પ્રારંભ થયો

Live TV

X
  • બે દિવસીય સમિટમાં વિશ્વના 57 શહેરો અને ભારતના 35 શહેરોના પ્રતિનિધિઓ અને સહભાગીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં 45 મેયર અને ડેપ્યુટી મેયરનો સમાવેશ થાય છે.

    અર્બન-20 મેયર્સ સમિટનો આજથી બે શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રારંભ થયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હાઉસિંગ અને અર્બન અફેર્સ રાજ્ય મંત્રી કૌશલ કિશોરે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ પ્રસંગે શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં શહેરોમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે અને તે વિકાસના મોડલ બન્યા છે. તેમણે કહ્યું કે, અર્બન-20 એ શહેરી વિકાસના અનુભવ અને વધતા શહેરીકરણ જેવા પડકારોના સફળ ઉકેલો દર્શાવવાની શ્રેષ્ઠ તક છે.  કિશોરે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ શહેરો વચ્ચે જ્ઞાનના આદાન-પ્રદાન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.

    આ પ્રસંગે વક્તવ્ય આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરીકરણ અને આબોહવાનાં વધતા પડકારોને પહોંચી વળવા ટકાઉ અને આબોહવા-મૈત્રીપૂર્ણ શહેરો બનાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી સિટી સહિત ગુજરાતમાં શહેરી આયોજનના અન્ય મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply