વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે દાર-એસ-સલામમાં તાન્ઝાનિયાના વિદેશ પ્રધાન સાથે 10મી ભારત-તાન્ઝાનિયા સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમની મુલાકાતનો હેતુ ભારતીય સમુદાય સાથે શેર કરતાં ભારત અને તાંઝાનિયાના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મિશનના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે મિશન IT ઉપરાંત, મજબૂત ભારત-આફ્રિકા કનેક્ટિવિટી, ખાસ કરીને પૂર્વ આફ્રિકા સાથે નવી દિલ્હીના ઊંડા સંબંધોની પણ નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત-તાન્ઝાનિયા સંબંધો એકતા અને હિતોની પરસ્પર નિર્ભરતાની ભાવના પર આધારિત છે. જયશંકરે કહ્યું હતું કે, ભારતીય સમુદાય એક શક્તિ, અભિવ્યક્તિ અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં યોગદાન આપનાર છે. જયશંકરે કહ્યું હતું કે, ભારત-તાન્ઝાનિયા સંબંધો મોટાભાગના તાંઝાનિયાના લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ આફ્રિકન દેશમાં ભારતની છ જળ યોજનાઓથી 80 લાખ લોકોને ફાયદો થશે.
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે, તાન્ઝાનિયા તાલીમ અને ક્ષમતા નિર્માણમાં ભારતનું સૌથી મોટું આફ્રિકન ભાગીદાર છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે, દાર-એસ-સલામમાં તાંઝાનિયાના ટોચના નેતૃત્વ, જેમાં ઘણા કેબિનેટ પ્રધાનો અને વિદેશ પ્રધાન 10મી ભારત-તાન્ઝાનિયા સંયુક્ત આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. તેમણે ઈન્ડિયા પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપના સભ્યો સાથે મુલાકાત કરી હતી. એસ જયશંકર ભારત-તાન્ઝાનિયા બિઝનેસ મીટનું ઉદ્ઘાટન કરશે અને દાર-એ-સલામમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.
ડૉ. એસ. જયશંકરની તાન્ઝાનિયાની ચાર દિવસીય સત્તાવાર મુલાકાત આવતીકાલે પૂર્ણ થશે. જુલાઈ 2016માં વડા પ્રધાનની તાન્ઝાનિયાની મુલાકાત દરમિયાન, બંને દેશોએ ઝાંઝીબારમાં પાણી પુરવઠા પ્રણાલીમાં સુધારો અને પુનર્વસન માટે US$ 92 મિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
