પાંરપરિક ઉત્સાહ સાથે દેશના મોટાભાગમાં આજે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી
Live TV
-
દેશભરમાં આજે ઇદની ઉજવણી થઇ રહી છે. જોકે જમ્મુ- કાશ્મીર, કેરળ અને કર્ણાટકના સાગરકાંઠા વિસ્તારમાં રવિવારે જ ઇદની ઉજવણી થઇ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, ઇદ -ઉલ - ફીત્રની શુભેચ્છા આપતાં કહ્યું કે સામાજિક અંતર જાળવવાના નિયમનું પાલન કરવાનો સંકલ્પ લેવામાં આવે. તેમણે કહ્યું , કે આ તહેવાર પ્રેમ, શાંતિ ભાઇચારા અને સદભાવની અભિવ્યક્તિનો તહેવાર છે.
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પણ ઇદ પર્વે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. ઇદની ઉજવણી વખતે કોવિડ-19ના સુરક્ષા નિયમોનું પાલન કરવા , અને સામાજિક અંતર જાળવવા પણ તેમણે અપીલ કરી હતી.
દેશભરમાં ગાઇડલાઇનનું પાલન કરીને ઇદની ઉજવણી થઇ રહી છે. મસ્જિદમાં માત્ર 5 લોકો દ્વારા નમાજ અદા કરાઈને , ઇદની ઉજવણી થઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું હતું, કે ઇદ તે ભાઇચારાને વધારનારો તહેવાર છે. તેમણે દેશવાસીઓના આરોગ્ય સુખાકારીની કામના કરી હતી.
