પાકિસ્તાનના કથિત રાજકિય નકશાને લઈ પાકિસ્તાની PM ઇમરાન ખાનની કરી આકરી ટીકા
Live TV
-
ભારતની એકતા અને અખંડિતતાને નબળી પાડવાની તેની દુષ્ટ વૃત્તિમાં પાક.ક્યારેય સફળ નહી થાય - વિજય રુપાણી
ભારત અને નેપાળ વચ્ચે સરહદના વિવાદ બાદ જે રીતે નેપાળ સરકારે વાતચીત વિના તેના દેશનો નક્શો જાહેર કરી વિવાદીત ક્ષેત્રોને પોતાના ગણાવી દીધા એજ રીતે પાકિસ્તાને પણ હવે વિવિદાસ્પદ નક્શો જાહેર કર્યો છે.. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે એક બેઠક દરમિયાન તેમના દેશનો નક્શો જાહેર કર્યો હતો., આ નકશામાં ભારતના લદાખ અને જમ્મુ-કાશ્મીરના સીયાચીન સહિત ગુજરાતના જૂનાગઢ ઉપર પોતાનો દાવો દર્શાવ્યો છે. પાકિસ્તાને આ પગલું એવા સમયે ભર્યુ છે. જ્યારે 5મી એ જમ્મુ-કાશ્મીરમાંથી ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવવાને એક વર્ષ પુરૂ થયું છે.. તો ભારતે પાકિસ્તાનની આ વર્તણૂકને હાસ્યાસ્પદ ગણાવી છે. ભારતે કહ્યું છે કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારા સરહદી વાસ્તવિક્તાઓને બદલવાનો પ્રયાસ એ અર્થવિહિન અને હાસ્યાસ્પદ છે..
પાકિસ્તાની આ હરકતને લઈને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટર પર ટ્વીટ કરતા પાકના કૃત્યને નિંદનીય અને વાહિયાત ગણાવ્યુ..તેમણે કહ્યુ કે પાક.ના પીએમ ઈમરાન ખાને જાહેર કરેલ રાજકીય નકશો એ પાકના પીએમ જમીનની વાસ્તવિકતાથી કેટલા દૂર છે તેનું ઉદાહરણ છે..ભારતની એકતા અને અખંડિતતાને નબળી પાડવાની તેની દુષ્ટ વૃત્તિમાં પાક.ક્યારેય સફળ નહી થાય
