Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીરામ જન્મભૂમિના ભૂમિપૂજન કાર્યક્રમમાં લેશે ભાગ

Live TV

X
  • પ્રધાનમંત્રીના આગમનને પગલે આયોધ્યામાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીરામ જન્મભૂમિના ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેશે..સમારોહ પૂર્વે વડા પ્રધાન હનુમાનગઢીમાં પૂજા અને દર્શન કરશે. આ પછી, પ્રધાનમંત્રી શ્રી રામ જન્મભૂમિ જશે જ્યાં તેઓ 'ભગવાન શ્રી રામલાલા વિરાજમાન'ની પૂજા અને દર્શનમાં સામેલ થશે. આ પછી તેઓ પરીજાતનું વાવેતર કરશે અને ત્યારબાદ ભૂમિ-પૂજન કરશે.પ્રધાનમંત્રી 'શ્રી રામ જન્મભૂમિ મંદિર'નો શિલાન્યાસ માટે તકતીનું અનાવરણ કરશે અને' શ્રી રામ જન્મભૂમિ મંદિર 'પર એક સ્મારક ટપાલ ટિકિટ પણ જારી કરશે.

    આજના ઐતિહાસિક દિવસને લઈ અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.. રામમય થયેલી અયોધ્યામાં છેલ્લાં ત્રણ દિવસથી સતત ધાર્મિક અનુષ્ઠાનો ચાલી રહ્યાં છે.. અને ભૂમિપૂજનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અયોધ્યામાં આગમન થયાં બાદ તેઓ સૌથી પહેલાં હનુમાનગઢી જશે ત્યાં પૂજાવિધિ કર્યા બાદ ભૂમિપૂજન સ્થળે જશે.. જ્યાં રામ લલાના દર્શન કરીને ભૂમિપૂજન કરશે.. પ્રધાનમંત્રી આ પ્રસંગે ખાસ એક શિલા પાટનું પણ અનાવરણ કરશે અને મંદિરના નવા મોડલની પોસ્ટ ટિકિટનું પણ લોકાર્પણ કરશે.., આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામમંદિર પરિસરમાં પારિજાત છોડનું પણ વૃક્ષારોપણ કરશે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ભૂમિપૂજનનાં મંચ પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્રના મહંત નૃત્યગોપાલ દાસ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત પણ ઉપસ્થિત રહેશે..શ્રીરામ જન્મભૂમિ તિર્થક્ષેત્રમાં ભૂમિ પૂજન સમારોહ માટે વિવિધ આધ્યાત્મિક સંસ્થાઓનાં 135 સંતોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.. જેમાંથી કેટલાંય સંતો અયોધ્યાનગરી પહોંચી ગયા છે જ્યારે કેટલાંક પહોંચનારા છે.. રામમંદિરના ભવ્ય કાર્ય આરંભ હોવાનો ઉલ્લાસ અયોધ્યાના સાધુ સંતો -મહંતો સહિત તમામ લોકોમાં જોવા મળી રહ્યો છે.. સૌ કોઈ આનંદના ઉત્સાહમાં ડુબેલા જોવા મળી રહ્યાં છે. આનંદ એટલાં માટે પણ છે કે, ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply