Skip to main content
Settings Settings for Dark

UPSCએ જાહેર કર્યું સિવિલ સર્વિસ પરીક્ષા 2019નું પરિણામ,PMએ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને પાઠવી શુભેચ્છા

Live TV

X
  • સ્ક્રીનિગ ટેસ્ટ, આન્સર કી અને કટ-ઓફ કમીશનની વેબસાઇટ upsc.gov.in અને upsconline.nic.in પર જાહેર કરવામાં આવશે. એક્ઝામ ક્વોલિફાય કરનારા ઉમેદવારોની ભરતી IAS, IPS, IRS અને ORTS પદો પર થશે.

    વર્ષ-2019માં લેવાયેલી UPSC સિવિલ સેવા પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.. આ પરીક્ષામાં કુલ 829 ઉમેદવારો પાસ થયાં છે. જેમાંથી 304 ઉમેદવાર જનરલ કેટેગરી., 78 EWS. 251 ઓબીસી., તેમજ 129 એસસી અને 67 એસટી કેટેગરીના ઉમેદવારો છે. જો કે, પરીક્ષાર્થીઓનાં માર્ક્સ 15 દિવસ બાદ જાહેર કરવામાં આવશે.. મહત્વપૂર્ણ છે કે, કોરોના મહામારીના પગલે લાગુ પડાયેલા લોકડાઉન દરમિયાન આ ઈન્ટરવ્યૂ પહેલાં સ્થગિત કરવામાં આવ્યાં હતાં. સ્ક્રીનિગ ટેસ્ટ, આન્સર કી અને કટ-ઓફ કમીશનની વેબસાઇટ upsc.gov.in અને upsconline.nic.in પર જાહેર કરવામાં આવશે. એક્ઝામ ક્વોલિફાય કરનારા ઉમેદવારોની ભરતી IAS, IPS, IRS અને ORTS પદો પર થશે.

    પ્રધાનમંત્રીએ ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને શુભકામના પાઠવતા ટ્વીટર પર લખ્યુ છે કે "તમામ તેજસ્વી યુવાનોને અભિનંદન, જેમણે સિવિલ સર્વિસિસ પરીક્ષા, 2019 સફળતાપૂર્વક ક્લીયર કરી છે! જાહેર સેવાની એક આકર્ષક અને સંતોષકારક કારકિર્દી તમારી રાહ જોશે. મારી શુભેચ્છાઓ! જે યુવાઓએ સિવિલ સર્વિસીઝ પરીક્ષા, 2019 માં ઇચ્છિત પરિણામ નથી મેળવ્યું તે માટે, હું તેમને કહેવા માંગુ છું- જીવન ઘણી તકોથી ભરેલું છે. તમારામાંના દરેક પરિશ્રમશીલ અને મહેનતુ છે. તમારા બધા ભાવિ પ્રયત્નો માટે શુભકામનાઓ."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply