મુંબઈમાં સાંબેલાધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Live TV
-
ભારે વરસાદની અસર લોકલ ટ્રેનના પરિવહન પર પણ પડી
ગત મોડી રાતથી શરૂ થયેલા મુશળાધાર વરસાદે માયાનગરી મુંબઈને ધમરોળી નાખી છે.. ભારે વરસાદના કારણે મુંબઈના દાદર, હિંદમાતા., સાયન, ભાંડુપ., મુલુંડ પરેલ સહિતના અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે.. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.. હવામાન વિભાગે ભારે વરસાદને જોતા રેડ એલર્ટ જાહેર કર્યું છે.. સતત વરસાદના કારણે બીએમસીએ આજે જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ કાર્યાલયો, સંસ્થાઓ વગેરે બંધ રાખવાનો આદેશ કર્યો છે.. ભારે વરસાદની અસર લોકલ ટ્રેનના પરિવહન પર પણ પડી છે.. ભારે વરસાદના પગલે રેલવે ટ્રેક પર પાણી ભરાતા સેન્ટ્રલ તેમજ વેસ્ટર્ન લાઈનની ટ્રેન સેવા બંધ કરવાની ફરજ પડી હતી.. તો અનેક રસ્તાઓ પણ જળબંબાકાર બની ગયાં છે..
