બિહારના 14 જિલ્લામાં પુરની સ્થિતિ વધુ ચિંતાજનક
Live TV
-
આસામમાં 33 જિલ્લામાંથી 17 જિલ્લાઓ પુરથી અસરગ્રસ્ત બન્યાં
બિહારના 14 જિલ્લામાં પુરની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.. પુરના કારણે રાજ્યના 56 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યાં છે..આશરે 42 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.. અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની 31 ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.. કેટલાંક જિલ્લામાં પુરના પાણી રાષ્ટ્રીય ધોરી માર્ગ અને રેલવે લાઈન પર ફરી વળતા પરિવહનની સેવાને પણ માઠી અસર પડી છે.. અને જીનજીવન પુરી રીતે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.. આ તરફ આસામમાં પુરપ્રકોપની સ્થિતિમાં આંશિક સુધારો જોવા મળી રહી રહ્યો છે.. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લાઓ પુરથી અસરગ્રસ્ત બન્યાં છે.. જ્યારે પુરપ્રકોપના કારણે રાજ્યમાં અત્યારસુધીમાં 110 લોકોએ જીવ ગુમાવ્યો છે. પુરઅસરગ્રસ્ત લોકોની સંખ્યા ઘટીને 3 લાખ 88 હજાર જેટલી થઈ ગઈ છે.. તો 494 ગામ હજી પણ જળબંબાકારની સ્થિતિમાં છે.. કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનનો 50 ટકા વિસ્તાર હજી પણ જળમગ્ન છે.. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટ અનુસાર 7 હજાર 181 લોકો હજી પણ રાહત શિબિરોમાં રહેવા માટે મજબુર બન્યા છે.. NDRF અને SDRFની ટીમો દ્વારા સતત રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે..
