સ્વચ્છ ભારત ક્રાંતિ પુસ્તકનું આજે વિમોચન
Live TV
-
સ્વચ્છતા અંગે દેશ-વિદેશના તજજ્ઞોએ પોતાના વિચારો પુસ્તકમાં કર્યા છે રજૂ,આ પુસ્તકનું સંપાદન પેયજળ અને સ્વચ્છતા વિભાગના વર્તમાન સચિવ પરમેશ્વર ઐયરે કર્યુ છે જેએ વિશ્વ બેંકમાં પણ પોતાની સેવા આપી ચૂક્યા છે.
આજે સ્વચ્છ ભારત ક્રાંતિ પુસ્તકનું વિમોચન થશે..આ પુસ્તકમાં સ્વચ્છતા આંદોલન પર દેશ-વિદેશના તજજ્ઞોના વિચારોનું સંકલન જોવા મળશે.સાંજે પાંચ કલાકે પુસ્તકનું ઓનલાઈન વિમોચન કરાશે..જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ જોડાશે..
પ્રી ઓર્ડર માટે ક્લીક કરો - Pre-order - https://amzn.to/30ZyrMS
મહત્વનુ છે કે 15 ઓગષ્ટ 2014ના રોજ સ્વતંત્રતા દિવસ પર પોતાના પ્રથમ સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય મંચ પરથી ખુલ્લામાં શૌચક્રિયાને પડકાર આપતા સંબોધન કર્યુ હતુ..આ આદત ભારતીય સમાજમાં વર્ષોથી પ્રચલિત રહી હતી અને તેના પર અંકુશ લગાવવું અશક્ય મનાતુ હતુ..પણ પ્રધાનમંત્રીએ પોતાના પાંચ વર્ષોમાં આ આદતને દૂર કરવાનો સંકલ્પ લઈને ઈતિહાસ રચ્યો..આ સ્વપ્ન સાકાર કરવામાં અનેક પડકારો આવ્યા પણ સ્વચ્છ ભારત મિશન, ભારત સરકારની મહત્વની સફળતાઓ પૈકીનું એક છે..આ અભિયાન અંતર્ગત ગત પાંચ વર્ષોમાં 10 કરોડ શૌચાલય બનાવ્યા હતા..અને ગ્રામિણ સ્વચ્છતા 2014માં 39 ટકાથી વધી જૂન 2019માં 99 ટકા થઈ..આ મિશન અંતર્ગત 60 કરોડ ભારતીઓએ ખુલ્લામાં શૌચક્રિયાની આદતને બદલી હતી.
