અયોધ્યા ભૂમિપૂજનને લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દૂરદર્શન સાથે કરી ખાસ વાતચીત
Live TV
-
પાંચમી ઓગસ્ટએ રામમંદિરના નિર્માણ માટે જે લોકોએ સંઘર્ષ કર્યો હતો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટેની પણ આ તારીખ બની રહેશે - યોગી આદિત્યનાથ
અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે આવતીકાલે થનારા ભૂમિપૂજનને લઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડીડી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.. જેમાં તેમણે જણાવ્યું હતું , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામમંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરશે.. યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે, પાંચમી ઓગસ્ટએ રામમંદિરના નિર્માણ માટે જે લોકોએ સંઘર્ષ કર્યો હતો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટેની પણ આ તારીખ બની રેહશે.. આ પ્રસંગે તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, રામમંદિરના નિર્માણ સાથે જોડાયેલા તમામ કાર્યોમાં કોંગ્રેસે અડચણ ઉભી કરી છે..
