Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી દર લગભગ 66 ટકા : આરોગ્ય મંત્રાલય

Live TV

X
  • છેલ્લાં 24 કલાકમાં 43 હજાર 70થી વધુ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં

    કોરોના સામેની જંગમાં સતત દેશને સફળતા મળી રહી છે.. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી દર લગભગ 66 ટકા પર પહોંચી ગયો છે.. દેશમાં અત્યાર સુધીમાં 11 લાખ 86 હજા 203 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે.. છેલ્લાં 24 કલાકમાં 43 હજાર 70થી વધુ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે.. જ્યારે નવા 50 હજાર 488 કેસ નોંધાયા છે તેમજ વધુ 806 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.. કોરનાથી સ્વસ્થ થવાની સરખામણીમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.. આ ઉપરાંત અત્યાર સુધીમાં 2 કરોડ જેટલાં સેમ્પલની પણ તપાસ કરવામાં આવી ચુકી છે.. છેલ્લાં 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 8 હજાર 968 કેસ નોંધાયા હતાં, જ્યારે 266ના દર્દીના મોત નીપજ્યાં હતાં.. ત્યાર બાદ આંધ્રપ્રદેશમાં 7 હજાર 822 કેસ નોંધાયા હતાં.. આ ઉપરાંત તામિલનાડુમાં 5 હજાર 609., કર્ણાટકમાં 4 હજાર 752 કેસ., ઉત્તરપ્રદેશમાં 4 હજાર 441 કેસ નોંધાયા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply