Skip to main content
Settings Settings for Dark

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજંયતિએ સુશાસન દિવસની ઊજવણી

Live TV

X
  • દર વર્ષે 25 ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે.

    પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજંયતિએ આજે સુશાસન દિવસની ઊજવણી થઈ રહી છે. લોકોમાં સરકારની જવાબદારી અંગે જાગૃતિ લાવવા દર વર્ષે 25 ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે. આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્રસિંહ આજે નવી દિલ્હીમાં તેમના મંત્રાલયની મુખ્ય પહેલ અને સિદ્ધિ પર સુધારેલ પોર્ટલ, E-HRMS 2.0 પોર્ટલ અને ઈ-બુક લોન્ચ કરશે. કર્મચારીઓને ટ્રાન્સફર, એપીએઆર, ડેપ્યુટેશન, તકેદારી સ્થિતિ, સર્વિસ બુક અને અન્ય મૂળભૂત HR સેવાઓ જેવી કે રજા, પ્રવાસ અને વળતર સહિતની સેવા ડિજીટલ મોડમાં ઉપલબ્ધ થશે. ડૉ. જિતેન્દ્રસિંહે 19 ડિસેમ્બરના રોજ સુશાસન સપ્તાહ સમારોહનું ઉદઘાટન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply