પ્રધાનમંત્રીએ ઈકોનોમિક ઝોન્સ માટે મલ્ટિ મોડલ કનેક્ટેવિટી સંબંધીત નેશનલ માસ્ટર પ્લાનની તૈયારીઓની કરી સમીક્ષા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વિવિધ ઈકોનોમિક ઝોન્સ માટે મલ્ટિ મોડલ કનેક્ટેવિટી ઉપલબ્ધ કરાવવા સંબંધીત નેશનલ માસ્ટર પ્લાનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે, આ એક મહત્વુપૂર્ણ પગલું છે, જેનાથી દેશમાં ઉત્પાદન વધશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબુત થશે અને આર્થિક પ્રગતિ થશે તેમજ યુવાઓ માટે તક વધશે. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, રેલવે તેમજ ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે સ્વતંત્રતાના દિવસે પોતાના સંબોધનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ખુબજ ભાર મુક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માટે સમગ્ર દેશને મલ્ટી મોડલ કનેક્ટિવીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવાની વાત કરી હતી.