પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત વર્ચ્યૂઅલ રેલીને સંબોધન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત વર્ચ્યૂઅલ રેલીને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપ ઉત્તરપ્રદેશના વિકાસમાં કોઈ કસર નહીં રાખે. તેમણે ઉમેર્યું હતું કે યોગી સરકારે અહીં વિકાસના અનેક કાર્યો કર્યા છે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન ચૌપાલ કાર્યક્રમના માધ્યમથી ઉત્તર પ્રદેશના 5 જિલ્લાના મતદાતાઓ સાથે વર્ચ્યૂઅલી સંવાદ સાધ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ વર્ચ્યુઅલ રેલી હતી. જેનો લાભ 7, 878 બૂથ ઉપર બૂથ અધ્યક્ષ, પેજ પ્રમુખ તથા લાભાર્થીઓ સહિત અનેક કાર્યકર્તાઓએ લીધો હતો. આ રેલી માટે ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં સ્ક્રીન લગાવવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ રેલીમાં આગરાથી જોડાયા હતા. ત્યાર બાદ તેઓ મતદાતા સાથે સંવાદ સાંધીને ઘર ઘર સંપર્ક અભિયાનમાં જોડાયા હતા.
