મહામારીની આવનારા સમયમાં અર્થવ્યવસ્થા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે: વી. અનંત. નાગેશ્વર
Live TV
-
દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત. નાગેશ્વરને વર્ષ 2021-22ના આર્થિક સર્વેક્ષણ અંગે પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે મહામારીની આવનારા સમયમાં અર્થવ્યવસ્થા પર કોઈ નકારાત્મક અસર નહીં પડે, એમ માનીને ગ્રોથ રેટનો અંદાજ લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મોટા પ્રમાણમાં વેક્સીનનું કવરેજ, સપ્લાય સાથે જોડાયેલા રિફોર્મ્સથી થયેલા ફાયદા, નિયમોમાં ઢીલ તેમજ એક્સપોર્ટમાં નક્કર વૃદ્ધિથી ગ્રોથમાં મજબૂતાઈ આવશે. નોંધનીય છે કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આજે 2021-22ના વર્ષ માટે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. . જેમાં 9.2% જીડીપી ગ્રોથનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. આર્થિક સર્વેમાં આગામી વર્ષ માટે ગ્રોથ રેટ 8થી 8.5 ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
