પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં 11 નવી મેડિકલ કોલેજોનું કર્યું ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી તામિલનાડુમાં 11 નવી મેડિકલ કોલેજ તેમજ કેન્દ્રીય શાસ્ત્રીય તમિળ સંસ્થાનના નવા સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્ચ્યુઅલી યોજાયેલા આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ નવી 11 મેડિકલ કોલેજો શરૂ થવાથી રાજ્યમાં MBBS ની1,450 જેટલી બેઠકોનો વધારો થશે. દેશમાં સસ્તી આરોગ્ય સેવા પૂરી પડવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. આરોગ્યની બુનિયાદી સુવિધાઓમાં સુધારો કરવાના પ્રધાનમંત્રીનાં દ્રષ્ટિકોણને અનુરૂપ આ પગલું છે. નવી કોલેજો એવા જિલ્લામાં સ્થાપવામાં આવી છે જ્યાં આ અગાઉ મેડિકલ કોલેજની સુવિધાઓ ઉપલબ્ધ ન હતી.
