પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરાશે. બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં કોવિડની સ્થિતિની સમિક્ષા કરશે અને મહામારીનો ફેલાવો રોકવા માટે કરાયેલ ઉપાયોની ચર્ચા કરશે. રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવીડ-19ની સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં સ્વાસ્થ્ય સુવિધાઓની તૈયારી, રસીકરણ અભિયાનની સ્થિતિ, નવા કોવીડ વેરિયન્ટ Omicron અને જનસ્વાસ્થ્ય પર તેના દુષ્પ્રભાવ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ જિલ્લા સ્તરે યોગ્ય સ્વાસ્થ્ય માળખુ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
