પ્રધાનમંત્રીએ દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે NCCના પુરસ્કૃત કેડેટ્સને અભિનંદન પાઠવ્યા
Live TV
-
દિલ્હીના કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે NCCની રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધતા તેમણે "NCCના તમામ પદાધિકારીઓને સલામ સાથે પુરસ્કારિત કેડેટ્સને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, પંજાબ કેસરી લાલા લજપત રાયની આજે જન્મજયંતિ છે. સીમાવર્તી ક્ષેત્રે છેલ્લા 2 વર્ષોમાં 1 લાખ કેડેટ્સ તૈયાર થયા છે અને NCCને મજબૂત કરવાનો પ્રયાસ જારી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ વ્યવસ્થાને NCC સાથે જોડવા માટે કેટલાય પગલાંઓ લેવાઈ રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. દેશની મહિલાઓ પણ હવે ફાઈટર પ્લેન ઉડાવી રહી છે. NCCમાં વધુ પ્રમાણમાં મહિલાઓને સામેલ થવા તેમણે અનુરોધ કર્યો હતો.
મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે કરિયપ્પા ગ્રાઉન્ડ ખાતે એનસીસી રેલીમાં ઉપસ્થિત રહ્યાં હતા.એનસીસી કેડેટ્સે તેમને ગાર્ડ ઓફ ઓનર્સ આપ્યું હતું. આ ઉપરાંત, તેમણે એનસીસી કેડેટ્સની સલામી ઝીલી હતી. એક હજાર કરતાં પણ વધુ એનસીસી કેડેટ્સે આ રેલીમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ અલગ અલગ રાજ્યોમાંથી આવેલા એનસીસીના કેડેટ્સની પરેડ નિહાળી હતી. તેમજ પરેડને સલામી ઝીલી હતી. દર વર્ષે 28મી જાન્યુઆરીમાં યોજાતી એનસીસી રેલીમાં પ્રધાનમંત્રીએ આ વર્ષે દેશના સર્વશ્રેષ્ઠ કેડેટ્સને મેડલ આપીને તેમનું સન્માન કર્યું હતું.
