Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું કર્યું ઉદઘાટન

Live TV

X
  • પ્રધાનમંત્રીએ ગંદકી ભારત છોડોનું આપ્યું સૂત્ર, ઉચ્ચ ટેકનિક અનુભવ કેન્દ્ર અને સ્મૃતિચિહ્ન કેન્દ્રનું કર્યું અવલોકન

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન પર આધારિત રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદધાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે ઉચ્ચ ટેકનિક અનુભવ કેન્દ્ર અને સ્મૃતિ ચિહ્ન કેન્દ્રનું અવલોકન પણ કર્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રીએ ગંદકી ભારત છોડોનું સૂત્ર આપ્યું હતું. પ્રધાનમંત્રીએ આહવાન કર્યું હતું કે, આઠમી ઓગસ્ટ 'ભારત છોડો આંદોલનનો દિવસ' છે. આ પ્રસંગે આપણે સંકલ્પ લેવો પડશે કે, આપણે બધા ગંદકીથી છુટકારો મેળવીએ. પ્રધાનમંત્રીએ જુદા-જુદા રાજ્યોમાંથી આવેલા 36 વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. બાળકો સફાઈ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમ પીએમએ ઉમેર્યુ હતું. મહત્વનું છે કે, મહાત્મા ગાંધીના ચંપારણ સત્યાગ્રહ શતાબ્દી મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 એપ્રિલ 2017ના રોજ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રની જાહેરાત કરી હતી. આ કેન્દ્રના માધ્યમથી ભવિષ્યની પેઢી દુનિયાના સૌથી મોટા આંદોલન સ્વચ્છ ભારત મિશનની સફળ યાત્રાને નજીકથી જાણી શકશે. આ સાથે જ લોકોને ડિજીટલ અને આઉટ ડોર ઈન્સ્ટોલેશનના માધ્યમથી સ્વચ્છતાનું શિક્ષણ, જાગરૂકતા માહિતી પર માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply