Skip to main content
Settings Settings for Dark

બિહારમાં 16 જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ ચિંતાજનક

Live TV

X
  • 16 જિલ્લાના 71 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત, 4 લાખ 95 હજાર અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

    બિહારમાં પુરની પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. રાજ્યના 16 જિલ્લાનાં 71 લાખથી વધુ લોકો પુરપ્રકોપનો સામનો કરી રહ્યાં છે. SDRF અને NDRFની ટીમ સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. તો 1 હજાર 102 રસોડા દ્વારા સાડા દસ લાખ લોકોને ભોજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. રાજ્યના સીતામઢી, દરભંગા, મુઝફફરપુર, પૂર્વી અને પશ્ચિમી ચંપારણ જિલ્લો સૌથી વધુ પૂરથી પ્રભાવિત છે. રાહત અને બચાવકાર્ય દ્વારા અત્યાર સુધીમાં 4 લાખ 95 હજાર લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો રાજ્યની બાગમતી, કમલા બલાન, અધવારા, કોસી અને ગંડક નદીઓ કેટલાક સ્થળોએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આ તરફ હવામાન વિભાગે આગામી 24 કલાકમાં બિહારના તમામ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply