Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ વિભિન્ન મુદ્દાઓ સંદર્ભે જિલ્લા અધિકારીઓ સાથે કર્યો સંવાદ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીલ્લા અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સંવાદ યોજ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકો પોતાની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે દિવસ-રાત પરિશ્રમ કરે છે. તેમણે ઉમેર્યું કે પછાત જીલ્લાઓ પણ હવે વિકાસની તીવ્ર ગતિએ દોડી રહ્યાં છે. પણ હજુ કેટલાંક જીલ્લા પાછળ રહી ગયા છે. જોકે તેમને પણ વિકાસના ટ્રેક ઉપર ફરીથી દોડતાં કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે. દરેકના નવા લક્ષ્યાંકો માટે પણ PM મોદીએ શુભકામના પાઠવી હતી. તંત્ર અને લોકો સાથે જોડાણ જરૂરી છે. સરકારી કાર્ય એક જીવંત લક્ષ બની જાય છે, ત્યારે ઇતિહાસ સર્જાય છે. 

    કર્ણાટક, છત્તીસગઢ જેવા રાજ્યોએ કરેલી કામગીરીને પણ પ્રધાનમંત્રીએ બિરદાવી હતી. છેલ્લાં 4 વર્ષમાં દેશના દરેક જીલ્લામાં સુવિધાઓ મળી છે. વિજળી, શૌચાલય, અને માર્ગોનું નિર્માણ થયું છે જેથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે અને જનતાને તંત્ર પર વિશ્વાસ આવ્યો છે. ગર્ભવતી મહિલાઓને પણ સારામાં સારી સારવાર અને માર્ગદર્શન મળ્યું છે. પ્રધાનમંત્રીએ હરિયાણામાં પણ લોકોને મળેલી સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો તેમજ હિમાચલ પ્રદેશમાં પણ વિકાસના કાર્યોએ લોકોમાં વિશ્વાસ વધાર્યો હોવાનું જણાવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply