રક્ષામંત્રી રાજનાથ સિંહે NCCને આપવામાં આવતા પુરસ્કાર કાર્યક્રમમાં સંબોધન કર્યું
Live TV
-
રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે NCCને આપવામાં આવતા પુરસ્કાર કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે તેઓ તેમની રાજકીય સફરની શરૂઆત કરતા પહેલા એક વિદ્યાર્થી NCC કેડેટ અને Physics ના શિક્ષક હતા. NCC કેડેટમાં ભારતની એક ઝલક દેખાય છે. NCC કેડેટ ઠંડી, ગરમી,અને વરસાદમાં મહેનત કરી, પ્રજાસત્તાક દિવસની પરેડ સુધી પહોંચે છે. NCC લોકોના વ્યક્તિત્વને સુધારે છે. NCC ના કેડેટે એક વખત તેમની Pre NCC લાઈફ અને Post NCC લાઈફને જોવાની જરૂર છે. જેથી NCCના માધ્યમથી તેઓએ જે મેળવ્યું તેને જાણી શકશે.
NCCના કેડેટ્સ સામાજિક ઉત્થાન, ટ્રાફિક સમસ્યાઓ, કુદરતી આપદાઓ જેવી કે પૂર, ભૂકંપ, દુકાળ વગેરે સમસ્યાઓ સમયે પણ ખૂબ સક્રિયરીતે મહત્વની ભૂમિકા અદા કરે છે.
