5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂરજોશમાં, કેન્દ્રીય ગૃહમંત્રી ઉ. પ્રદેશના પ્રવાસે જશે
Live TV
-
આગામી સમયમાં 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશના પ્રવાસે જશે.અમિત શાહના આ પ્રવાસને, ખૂબ ખાસ માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ વિવિધ બેઠકો કરશે અને પાર્ટી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પાસેથી આગામી રણનીતિને લઈ, માર્ગદર્શન આપશે. આ સાથેજ ગૃહમંત્રી Kairana થી "ઘર-ઘર અભિયાનથી" પ્રચારની શરૂઆત કરશે. ત્યારબાદ શામલીના વિવિધ શહેરના કાર્યકર્તાઓ, અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે. ત્યારે સાંજે ગૃહમંત્રી મેરઠની એક હોટલમાં વિશિષ્ટ લોકબેઠક કરશે.
વિધાનસભાની ચૂંટણીને લઈ અન્ય પાર્ટીઓ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી સહિત, આમ આદમી પાર્ટી પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. તે વચ્ચે ચૂંટણી પંચ આજે વિધાનસભા ચૂંટણી વાળા 5 રાજ્યોના આરોગ્ય સચિવો સાથે, વર્ચ્યુઅલ બેઠક કરશે.જેમાં કોરોના સંક્રમણ અને રસીકરણની કામગીરીને લઈ, ચર્ચા કરવામાં આવશે. સાથે આજથી ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી કરવાની પ્રક્રિયા શરૂ થશે.
