પ્રધાનમંત્રી આગામી 20-23 જૂન દરમિયાન અમેરિકા અને ઇજિપ્તની સત્તાવાર મુલાકાત લેશે
Live TV
-
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા માહિતી અનુસાર, પીએમ મોદી બે દેશોની સત્તાવાર મુલાકાતમાં 20-23 જૂન દરમિયાન તેઓ પ્રથમ યુએસ પહોંચશે, અને ત્યાંથી તેઓ 24-25 જુન રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ પર ઇજિપ્તની સત્તાવાર મુલાકાત લેશે.
PMની યુ.એસ.ની અત્યંત અપેક્ષિત મુલાકાત ન્યૂયોર્કમાં તેમના આગમન પછી શરૂ થશે, જ્યાં તેઓ 21 જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથક ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. સૌપ્રથમ સૌપ્રથમ યોગ દિવસ 2014માં શરૂ થયો હોવાથી ,આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ સંયુક્ત રાષ્ટ્રની પ્રવૃત્તિઓના વાર્ષિક કેલેન્ડર પર સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંનો એક છે અને ભૂતકાળમાં વિવિધ રાષ્ટ્રોના ઘણા અધિકારીઓ અને રાજદ્વારીઓ દ્વારા તેમાં હાજરી આપવામાં આવી છે.
તદુપરાંત, યુએસ મુલાકાતમાં ન્યૂયોર્ક પછી પીએમ મોદી વોશિંગ્ટન ડીસી જશે, જ્યાં 22 જૂને વ્હાઇટ હાઉસમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ બાઈડન સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચામાં તેઓ ભાગ લેશે. યુએસના રાષ્ટ્રપતિ બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન તેમની મુલાકાત દરમિયાન PM મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે. વધુમાં, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન પણ સંયુક્ત રીતે વડા પ્રધાન માટે લંચનું આયોજન કરશે.
PM ની મુલાકાત સત્તાવાર જોડાણો ઉપરાંત અગ્રણી CEO, વ્યવસાયિકો અને અન્ય હિતધારકો સાથે વાર્તાલાપ કરવાના છે, તેમજ યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય મૂળના લોકોને મળવાના છે. તેઓ યુએસ કોંગ્રેસ નેતાઓના આમંત્રણ પર કોંગ્રેસની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરશે.
