Skip to main content
Settings Settings for Dark

દિલ્હીઃ વિયેતનામના રક્ષામંત્રી સાથે રાજનાથસિંહ દ્વિપક્ષીય બેઠક કરશે

Live TV

X
  • ભારતના પ્રવાસે આવેલા વિયેતનામના રક્ષામંત્રી જનરલ ફાન વાન જીયાંગ બન્ને દેશોના સંરક્ષણ સહયોગને આગળ વધારવા રાજનાથસિંહ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

    ભારતના પ્રવાસે આવેલા વિયેતનામના રક્ષામંત્રી જનરલ ફાન વાન જીયાંગ બન્ને દેશોના સંરક્ષણ સહયોગને આગળ વધારવા રાજનાથસિંહ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બન્ને પક્ષ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વીક મુદ્દે વિચારવિમર્શ કરશે. વિયેતનામના રક્ષામંત્રી આગ્રા પણ જશે. 

    ભારત અને વિયેતનામ એક વ્યાપક વ્યુહાત્મક ભાગીદારીમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. દ્વિપક્ષીય રક્ષા સંબંધ ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ છે. બન્ને દેશો વચ્ચે રક્ષા સંબંધોમાં વિવિધ પ્રકારની ભાગીદારી છે. જેમા સેવાઓ, સૈન્ય આદાન પ્રદાન, ક્ષમતા નિર્માણ, પ્રશિક્ષણ કાર્યક્રમ, સંયુક્ત રાષ્ટ્ર શાંતી સ્થાપનામાં સહયોગ અને દ્વિપક્ષીય અભ્યાસ ચાલુ છે. 

    જુન-2022માં ભારતના રક્ષામંત્રીના વિયેતનામ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારી પર થયેલ સમજુતીના પગલે બન્ને દેશો વચ્ચે રક્ષા સહયોગના વ્યાપમાં વૃદ્ધિ થઇ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply