Skip to main content
Settings Settings for Dark

ગોવામાં આજથી G20 પ્રવાસી કાર્ય સમૂહની ચોથી બેઠક અને પ્રવાસન મંત્રીઓની બેઠક મળશે

Live TV

X
  • જી-20 પ્રવાસી કાર્ય સમૂહની ચોથી બેઠક અને પ્રવાસનમંત્રીઓની બેઠક આજથી ગોવામાં શરૂ થઇ રહી છે.

    જી-20 પ્રવાસી કાર્ય સમૂહની ચોથી બેઠક અને પ્રવાસનમંત્રીઓની બેઠક આજથી ગોવામાં શરૂ થઇ રહી છે. આ બે દિવસની બેઠકનો ઉદ્દેશ આર્થિક-સાંસ્કૃતિક વિકાસ અને પ્રાદેશિક સ્થાઇ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. બેઠકમાં ભાગ લેનાર આંતરરાષ્ટ્રીય પ્રતિનિધીઓ ગોવા પહોચતા તેઓનું પારંપરિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 

    મુખ્ય પ્રવાસન કાર્યસમુહની બેઠકની સાથે સાથે અન્ય કાર્યક્રમોમાં જી-20 સંયુક્ત દેશોના પ્રતિનિધી, સરકારના મંત્રાલયો, વિવિધ રાજ્ય સરકારો આંતરરાષ્ટ્રીય સંગઠનોના સભ્યો સામેલ થશે. દરમિયાન જી-20 નાણા સમુહની ત્રીજી બેઠક મહાબલીપુરમમાં આજથી શરૂ થશે. આ બેઠક બુધવાર સુધી ચાલુ રહેશે. 

    આ બેઠકમાં સભ્ય દેશોના લગભગ 100 પ્રતિનિધીઓ સામેલ થશે. આ બેઠકમાં SFWG -2023 કાર્ય યોજનાની ભલામણોને અંતિમરૂપ આપવા માટે ચર્ચા કરવામાં આવશે. આ અંગેની પ્રથમ બે બેઠક ગુવાહાટી અને ઉદેપુરમાં યોજવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply