બિપરજોય વાવાઝોડાના પગલે રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
Live TV
-
બિપરજોય વાવાઝોડાના પગલે રાજસ્થાનના બાડમેર, જાલોર, સિરોહી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઇ છે.
બિપરજોય વાવાઝોડાના પગલે રાજસ્થાનના બાડમેર, જાલોર, સિરોહી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઇ છે. છેલ્લા 48 કલાકમાં બાડમેર, જાલોર, સિરોહી અને પાલી જિલ્લામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે. જેનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
રાજસમંદ અને ઉદયપુર સહિત કેટલાક અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થયો છે. વરસાદ સંબંધી ત્રણ લોકોના મૃત્યું થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હવામાન વિભાગે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ વેસ્ટર્ન ડીસ્ટબન્સના કારણે અસાધારણ ઠંડીમાં વધારો થયો છે.
