Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમેરિકા અને ઈજિપ્તની 5 દિવસીય મુલાકાતે રવાના થશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમેરિકા અને ઈજિપ્તની પાંચ દિવસની સરકારી મુલાકાતે જશે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી યુએસ પ્રમુખ જો બિડેન અને યુએસ ફર્સ્ટ લેડી ડૉ. જીલ બિડેનના આમંત્રણ પર આ મહિનાની 21 થી 23 તારીખ સુધી યુએસની રાજ્ય મુલાકાત પર હશે. પ્રધાનમંત્રી મોદીની મુલાકાત ન્યૂયોર્કમાં શરૂ થશે, જ્યાં પ્રધાનમંત્રી બુધવારે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમોનું નેતૃત્વ કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ડિસેમ્બર 2014માં નિર્ણય લીધો હતો કે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે.

    વિદેશ સચિવે વધુમાં કહ્યું હતું કે, આ પછી ગુરુવારે પ્રધાનમંત્રી મોદી વોશિંગ્ટન ડીસી જશે, જ્યાં તેમનું વ્હાઇટ હાઉસમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. ઉચ્ચ સ્તરીય વાટાઘાટો ચાલુ રાખવા માટે તેઓ રાષ્ટ્રપતિ બાઈડેન સાથે મુલાકાત કરશે. યુએસ પ્રમુખ અને પ્રથમ મહિલા ગુરુવારે સાંજે પ્રધાનમંત્રીના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કરશે. તથા પ્રધાનમંત્રી મોદી 22 જૂને યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. અને પ્રધાનમંત્રી મોદી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશમંત્રી એન્ટની બિલકેન દ્વારા સંયુક્ત રીતે આયોજિત લંચમાં પણ હાજરી આપશે.

    વિદેશ સચિવે વધુમાં જણાવતા કહ્યું કે, મોદી સીઈઓ ઉદ્યોગપતિઓ અને અન્ય હિતધારકોને પણ મળશે. તેઓ ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે. પ્રધાનમંત્રીની આ મુલાકાત ભારત-અમેરિકા સહયોગની દિશામાં એક સીમાચિહ્નરૂપ છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને અમેરિકામાં વાજબી અને વ્યાપક હિત છે. આ મુલાકાતનું સૌથી મહત્ત્વનું પાસું પરસ્પર સંરક્ષણ સહયોગ હશે. પ્રધાનમંત્રી મોદીની યુએસ મુલાકાતનું એક મહત્વપૂર્ણ પરિણામ સંરક્ષણ ઉદ્યોગના ક્ષેત્રમાં સહયોગ માટે એક માળખું તૈયાર કરવાનું હશે.

    વિદેશ સચિવે વધુમાં કહ્યું હતું કે, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ એલાસીના આમંત્રણ પર પ્રધાનમંત્રી આ મહિનાની 24 અને 25 તારીખે ઇજિપ્તની સરકારી મુલાકાતે કૈરોમાં હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ ઈજિપ્તની મુલાકાત હશે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસી ઉપરાંત પ્રધાનમંત્રી મોદી ઇજિપ્તની સરકારના વરિષ્ઠ સભ્યો, દેશની કેટલીક અગ્રણી હસ્તીઓ અને ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply