Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે તમિલનાડુમાં 4 હજાર કરોડના ખર્ચે બનાવેલ 11 નવી સરકારી મેડિકલ કૉલેજનું ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • તબીબી શિક્ષણને પ્રોત્સાહન 

    ​પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કૉલેજ અને ચેન્નાઈમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિળના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. અંદાજે 4 હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ નવી મેડિકલ કોલેજો સ્થાપવામાં આવી રહી છે. આ રકમમાંથી લગભગ 2 હજાર 145 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા અને બાકીની રકમ તમિલનાડુ સરકાર દ્વારા આપવામાં આવી છે. દેશના તમામ ભાગોમાં તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવા અને આરોગ્ય માળખામાં સુધારો કરવાના પ્રધાનમંત્રીના પ્રયાસોને અનુરૂપ આ નવી કોલેજો શરુ થઇ રહી છે. આ યોજના હેઠળ, એવા જિલ્લાઓમાં મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવે છે જ્યાં સરકારી કે ખાનગી મેડિકલ કોલેજ નથી.

    સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિળના નવા કેમ્પસની સ્થાપના ચેન્નાઈમાં થઇ છે અને તેમાં ભારતીય વારસાનું રક્ષણ અને જતન તથા શાસ્ત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવાનો હેતુ છે. કેન્દ્ર સરકાર દ્વારા 24 કરોડ રૂપિયાના ખર્ચે તે બનાવવામાં આવ્યું છે, અને તે વિશાળ પુસ્તકાલય, ઈ-લાઈબ્રેરી, સેમિનાર હોલ અને મલ્ટીમીડિયા હોલથી સજ્જ છે. વિશ્વભરમાં શાસ્ત્રીય તમિળ ભાષાને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે આ સંસ્થાને કાર્યક્ષમ વાતાવરણ પૂરું પાડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
apply