પ્રધાનમંત્રી આજે પુડુચેરીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પુડુચેરીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 25માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય યુવાનોના મનને આકાર આપવાનો અને તેમને રાષ્ટ્ર નિર્માણમાં પરિવર્તિત કરવાનો છે, અને તે સામાજિક એકતા તેમજ સાંસ્કૃતિક એકીકરણની સૌથી મોટી કવાયત છે. તેનો ઉદ્દેશ્ય વિવિધ સંસ્કૃતિઓને સાથે લાવવા અને તેમને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંયુક્ત દોરમાં એકીકૃત કરવાનો છે.
કોવિડની સ્થિતિ
આ વર્ષે, કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને 12 થી 13 જાન્યુઆરી દરમિયાન વર્ચ્યુઅલ રીતે યોજવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યુવા પરિષદ નિમિત્તે ચાર વિષય પર પેનલ ચર્ચા થશે. તેમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે પણ ખુલ્લી ચર્ચા કરશે. સવારે વર્ચ્યુઅલ યોગ સત્રનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી મારા સપનાનું ભારત અને ભારતીય સ્વતંત્રતા ચળવળના લડવૈયાઓ અંગેના નિબંધો જાહેર કરશે. આ નિબંધો એક લાખથી વધુ યુવાનો દ્વારા રજુ કરાયા છે.
ટેક્નોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી લગભગ 122 કરોડ રૂપિયાના રોકાણ સાથે પુડુચેરી ખાતે સ્થાપિત ટેક્નોલોજી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે. ઈલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ ટેક્નોલોજી સેન્ટર નવીનતમ ટેકનોલોજીથી સજ્જ હશે. તે યુવાનોને કૌશલ્ય માટે યોગદાન આપશે અને દર વર્ષે લગભગ 6 હજાર 400 તાલીમાર્થીઓને તાલીમ આપી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મણીમંડપમનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત એક ઓપન એર થિયેટર સાથેનું એક ઓડિટોરિયમનું નિર્માણ લગભગ 23 કરોડ રૂપિયાના ખર્ચે પુડુચેરી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
