Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે

Live TV

X
  • કેન્દ્ર સરકાર દ્વારા જુદી જુદી છ કેટેગરીમાં અદભુત દેખાવ બદલ આ પુરસ્કાર અપાય છે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાર્તાલાપ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા જુદી જુદી છ કેટેગરીમાં અદભુત દેખાવ બદલ આ પુરસ્કાર અપાય છે. જેમાં સંશોધન, સમાજસેવા, અભ્યાસ, રમત-ગમત, કલા-સંસ્કૃતિ અને સાહસિકતાનો સમાવેશ થાય છે. વિજેતાઓને ચંદ્રક, એક લાખ રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ વર્ષે  સમગ્ર દેશમાંથી પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર માટે 11 બાળકોને પસંદ કરાયાં છે. તેમાં છ બાળકો અને પાંચ બાળકીઓની પસંદગી કરાઇ છે.

    ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજ્ઞાન ભવન ખાતે 11 બાળકોને પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એનાયત કર્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે, બાળકો આપણા દેશની અમૂલ્ય સંપત્તિ છે. બાળકોની અદમ્ય હિંમત અને બહાદુરી વિશે જાણીને હું આશ્ચર્યચકિત છું. રાષ્ટ્રપતિએ 2047 ના ભારતને વિકસિત અને સમૃદ્ધ બનાવવા બાળકોને પ્રયત્નો કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા આગળ આવવા સૂચન કર્યું હતું. બાળ પુરસ્કાર એવોર્ડ મેળવનાર બાળકોમાં ગુજરાતના 10 વર્ષીય મલખમ ખેલાડી શૌર્યજીત ખૈરેનો પણ સમાવેશ થાય છે. કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ "યંગ હિરોઝ ઓફ ઈન્ડિયા" પુસ્તકનું વિમોચન કર્યું અને આ પુસ્તકની પ્રથમ કોપી રાષ્ટ્રપતિને આપવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply