આસામમાં મંગલદઈ જિલ્લા સહિત જૈવિક- ઈંધણની સાત યોજનાઓને મંજૂરી આપી
Live TV
-
કેન્દ્ર સરકારે આસામમાં મંગલદઈ જિલ્લા સહિત જૈવિક- ઈંધણની સાત યોજનાઓને મંજૂરી આપી છે. એવી જ રીતે ઈશાન ભારતમાં ઊર્જા ક્ષેત્રની બીજી યોજનાઓ પણ તબક્કાવાર અમલમાં મૂકાઈ રહી છે. કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરીએ ગઈકાલે આસામના ગુવાહાટીમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. પૂરીએ કહ્યું છે કે, નુમુલીગઢ રિફાઈનરી અને આસામ સરકારે ત્રણ બાંબુ નર્સરી સ્થાપવા અંગેના સમજૂતી કરાર ઉપરહસ્તાક્ષર કર્યા છે. આ ત્રણ નર્સરીઓ આસામના ગોલાઘાટ, નાગાવ અને સોનીતપુર જિલ્લાઓમાં સ્થપાશે. પૂરીએ જૈવિક-ઈંધણ, ગ્રીન હાઈડ્રોજન અને રિફાઈનરી ક્ષેત્રે વધુ વિકાસ માટે કરાયેલા આયોજન અને લેવાયેલા પગલાંની વિગતો આપી હતી અને બાંબુની ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
