ભારતે પ્રજાસત્તાક દિવસે ઈજિપ્તના રાષ્ટ્ર્પતિને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા
Live TV
-
ભારતે પ્રજાસત્તાક દિવસે ઈજિપ્તના રાષ્ટ્ર્પતિ અબ્દેલ ફતહ અલ સીસીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે. રાષ્ટ્રપતિની સાથે 120 સભ્યોની ટુક્ડી હાજર હશે. ભારત ઈચ્છે તો કોઇપણ દેશના રાષ્ટ્રપતિને આમંત્રણ આપી શક્યું હોત, પરંતુ બધાને છોડીને ભારતે ઈજિપ્તને જ આમંત્રણ આપ્યું જે મહત્વનો સંદેશો આપે છે કે, પાકિસ્તાન બાદ ઈજિપ્ત આર્થિક સંકટ આવી ગયું છે. જેના પર સતત વિદેશી દેવું વધી રહ્યું છે અને આવી સ્થિતિમાં ભારત ઈજિપ્તની મદદ માટે આગળ આવ્યું છે. મહત્વની વાત એ છે કે, કોઇ મુસ્લિમ દેશ ઈજિપ્તની મદદ નથી કરી રહ્યું. દરેક વ્યક્તિ ઇજિપ્તથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ આ સ્થિતિમાં ભારતે ઇજિપ્તનો હાથ પકડવો આશ્ચર્યજનક સાથે આશાસ્પદ છે.
